તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
કોટડા સાંગાણીના પીપલાણા ગામે ઘોડીપાસાનો જુગાર રમતા રાજકોટના ૪ સહિત ૫ પકડાયા
રાજકોટના રાજનદલની ઘોડાપાસાની મીની કલબ ઉપર રૂરલ એલસીબીનો દરોડો : ૬.૯૫ લાખનો મુદામાલ કબ્જે : ૩ શખ્સો છ તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે

રાજકોટ,તા.૨૦ : કોટડાસાંગાણી પીપલાણા ગામે ઘોડીપાસાના જુગારની મીની કલબ ઉપર રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રાજકોટના ૪ સહિત ૫ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે સંચાલક સહિત ૩ શખ્સો નાસી છુટયા હતા.
ગ્રામ્ય જિલ્લા નાયબ પોલીસ નિરીક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ. એચ.સી. ગોહિલ તથા કોટડા સાંગાણી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન જે દરમિયાન એ.એસ.આઇ. બ્રિજરાજસિંહ જાડેજા, પોલીસ હેડ . કોન્સ. અનિલભાઈ ગુજરાતી, દિગ્વિજયસિંહ રાઠોડ તથા વાઘાભાઈ આલને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ હકીકત આધારે કોટડા સાંગાણી પોસ્ટે વિસ્તારમાં પીપલાણા ગામની સીમમાં આવેલ રાજન જુમ્માભાઈ દલ. રહે રાજકોટ રસુલપરા કોઠારીયા વાળાના કબજા ભોગવટના મકાનમાં જુગાર અંગેની રેઇડ કરી રોકડ રૂપિયા ૧,૬૦,૦૦૦ તથા અન્ય મુદ્દાઓ મળી કુલ રૂપિયા ૬,૯૫,૦૦૦ ના મુદામાલ સાથે ઘોડી પાસાનો જુગાર રમતા કરણ ઉર્ફે નનકો દડુભાઇ ચાવડા રહે. રાજકોટ રૂખડીયા કોલોની જેલની પાછળ નકળંગપરા શેરીનં. ૮, રજાકભાઈ નુરમહમદભાઇ ચુડાસમા રહે. રાજકોટ નવા થોરાળા રામનગર સોસાયટી શેરી નંબર ૧૦, હનીફભાઈ હુસેનભાઇ શાહમદાર રહે. મોરબી વાંકાનેર દરવાજા બહાર મકરાણી વાસ રામઘાટ જીલ્લો મોરબી, ધર્મેશભાઈ ભોજરાજભાઈ જેઠાણી રહે રાજકોટ જંકશન પ્લોટ ગેમેનશાપીરની દરગાહની પાછળ તથા સુશીલભાઈ જમનાદાસ બુખતીયાપુરી રહે. રાજકોટ જંકશન પ્લોટ ગેમાંસા પીરની દરગાહ પાછળ શેરી નંબર ૧૫ ને ઝડપી લીધા હતા.
જ્યારે મકાન માલિક રાજન જુમાભાઈ દલ રહે. રાજકોટ કોઠારીયા રૂસલપરા, અમીન ઉર્ફે સિકંદર કાદરભાઈ મકડ રહે. રાજકોટ હનુમાન મઢી પાસે તથા રોબોટ રહે. મોરબી ઘાંચી શેરી નાસી છૂટયા હતા. ત્રણેયની શોધખોળ હાથ ધરાય છે.
આ કાર્યવાહીમાં રૂલર એલસીબી બાલકળષ્ણ ભાઈ ત્રિવેદી અમિત સિંહ જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી ઘનશ્યામસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ રસિકભાઈ જમોડ ભાવેશભાઈ મકવાણા વિરમભાઈ સમેચા વગેરે જોડાયા હતા.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
