News of Thursday, 20th June 2024
કાલે સાવરકુંડલામાં ૩ રૂટમાં ડિમોલીશન
રોડની સાઇડમાં થયેલા ગેરકાયદે દબાણો દુર કરવા કાર્યવાહી હાથ ધરાશે

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.ર૦: સાવરકુંડલા શહેરમાં કાલે તા. ૨૧ ને શુક્રવારે શહેરી વિસ્તારમાંથી પસાર થતા માર્ગ , મકાન વિભાગ અને જિલ્લા પંચાયત હસ્તકના રોડની સાઈડમાં થયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલેશન હાથ ધરવામાં આવનાર છે જેમાં મહુવા રોડ ઉપર રેલવે ફાટક થી શરૂ કરી રિદ્ધિ સિદ્ધિ ચોક સુધી બંને સાઈડમાં તેમજ રિદ્ધિ સિદ્ધિ ચોકથી ભુવા રોડ ના પુલ સુધી નદી બજારની ફક્ત ડાબી સાઈડમાં જ્યારે ભુવા રોડ ના પુલ પછી અમરેલી રોડના ગેઇટ સુધી બંને સાઇડમાં દબાણ હટાવવામાં આવશે. જ્યારે બીજા રૂટમાં રિદ્ધિ સિદ્ધિ ચોકથી શરૂ કરી જુના બસ સ્ટેન્ડ થઈ જેસર રોડ પર આવેલા ગેઇટ સુધીમાં બંને સાઈડમાં દબાણો હટાવવામાં આવનાર છે. જ્યારે ત્રીજા રૂટમાં રિદ્ધિ સિદ્ધિ ચોકથી મણીભાઈ ચોક થઈ જેવી મોદીએ સ્કૂલ, ગર્લ્સ હાઇસ્કૂલ થઈ હાથસણી રોડ ચોકડીથી નેસડીરોડ ઉપર આવેલા ગેઇટ સુધી અને વળતા નેસડી રોડ ચોકડીથી હાથસણી રોડ પર આવેલા ગેઇટ સુધી બંને સાઈડમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે. ચીફ ઓફિસર એચ.પી . બોરડે જણાવ્યું હતું ડિમોલિશન દરમિયાન ના. કા. ઇજનેર, સાવરકુંડલા પાલીકાના સર્વેયર અને વોર્ડ પટાવાળા સહિતની એક એક ટીમ દરેક રુટ પર તેનાત રહેશે જ્યારે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત પણે રાખવામાં આવશે.આ અંગે કાલે સાવરકુંડલા શહેર પોલીસ સ્ટેશન ખાતે એ.એસ.પી. વલય વૈદ્યની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઇ.પી. આઇ. ચૌધરી એનાં પાલા, કેબિન ધારકો સાથે એક બેઠક બોલાવી વેપારીઓને ડીમોલેશન અંગે જરૂરી સમજણ આપી સહકાર આપવા અપીલ કરી હતી. જ્યારે ચીફ ઓફિસર બોરડે જણાવ્યું હતું કે શુક્રવારે હાથ ધરવામાં આવનાર ડીમોલેશન માર્ગ, મકાન વિભાગ અને જિલ્લા પંચાયત હસ્તક મુખ્ય ત્રણ રુટ ઉપર જ થનાર છે શહેરના આંતરિક વિસ્તારોમાં હાલ કોઈ દબાણ હટાવવાની યોજના નથી તેથી કોઈ અફવામાં ગેરમાર્ગે નહી દોરવાવા અને ડીમોલેશન દરમ્યાન સહકાર આપવા અપીલ કરી હતી.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
