<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

રણમાં બનશે ગ્રીન કોરીડોર

ટીપા-ટીપા પાણીથી ઉછેરાશે ૪ લાખ છોડવાઓઃ ભારત માલા પરિયોજનાની સાથે ગ્રીન કોરીડોર તૈયાર કરવાની કવાયત

જાલૌર તા. ર૦: જામનગર-અમૃતસર ભારતમાલા પરિયોજના એ સરળ સફરનું જ નહીં પણ રણ અને સૂકા વિસ્‍તારોમાં ભવિષ્‍યમાં ગ્રીન કોરીડોર બનાવવાનું માધ્‍યમ પણ બનવા જઇ રહી છે. આ પરિયોજના હેઠળ કાપવામાં આવેલ વૃક્ષો અને ઝાડીઓના બદલામાં લાખોની સંખ્‍યામાં વૃક્ષારોપણ પણ થઇ રહ્યું છે એટલું જ  નહીં આ સમગ્ર પ્રોજેકટમાં ડ્રીપ ઇરીગેશનથી ઓછા પાણીથી રણ પ્રદેશને લીલો છમ બનાવવાની પહેલ કરાઇ રહી છે.

ભારતમાલા પરિયોજના હેઠળ રોડ બનાવવાનું કામ અંતિમ તબકકામાં છે અને રાજસ્‍થાનમાં ગ્રીન કોરીડોર બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે. અધિકારીઓનું માનીએ તો આની મોટી અસર ભવિષ્‍યમાં જોવા મળશે. જે પヘમિ રાજસ્‍થાનના સૂકા વિસ્‍તારને ભવિષ્‍યમાં લીલોછમ બનાવવામાં કારગત સાબિત થશે.

રાજસ્‍થાનમાં પાણીની અછત હોય છે અને બહુ ગરમીમાં છોડવા મુરઝાઇ જતા હોય છે. આના માટે પરિયોજનામાં ડ્રીપ ઇરીગેશન સીસ્‍ટમ સ્‍થાપિત કરાઇ રહી છે. તેના માટે દર પ-પ કિલોમીટરના અંતરે પ૦૦૦ લીટરની પાણીની ટાંકીઓ મુકાઇ રહી છે. આ ટાંકીઓમાં ટેન્‍કર દ્વારા પાણી ભરવામાં આવશે જેથી દિવસભર છોડવાઓને ટીપુ ટીપુ પાણી મળી શકે.

આ છે ગ્રીન કોરીડોર પરિયોજના

અમૃતસર-જામનગર પરિયોજના હેઠળ રાજસ્‍થાનમાં એકસેસ કંટ્રોલ્‍સ ૬ લેન ગ્રીનફીલ્‍ડ નેશનલ હાઇવે નંબર ૭પ૪-એ બનાવાઇ રહ્યો છ.ે જેના હેઠળ હાઇવેની બન્‍ને તરફ ર લાખ ૧૩ હજાર ૭૬૮ અને હાઇવેથી વચમાં ડીવાઇડ પર ર લાખ ૪૯ હજાર પ૬૮ છોડ લગાવાઇ રહ્યા છે. આ રીતે આ પરિયોજનામાં ૪,૬૩,૩૩૬ છોડ તો માત્ર રાજસ્‍થાનના આટલા વિસ્‍તારમાં જ લગાવાઇ રહ્યા છે.

(2:51 PM IST)