<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

કેશોદના બામણાસા ગામે પત્‍નીની નજર સામે પતિની હત્‍યા

વ્‍યાજખોરોએ દંપતીને ઘરે બોલાવી હુમલો કરતા યુવાનનું સારવારમાં મોત, પત્‍ની સારવાર હેઠળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૪ : કેશોદના બામણાસા ગામે વ્‍યાજખોરોએ કેશોદના દંપતીને રસ્‍તામાં માર મારી બાદમાં પોતાના ઘરે બોલાવી અને હુમલો કરી પત્‍નીની નજર સામે પતિની હત્‍યા નીપજાવી હતી. આ હુમલામાં ગંભીર ઈજા થતાં મહિલાને જુનાગઢ સારવારમાં ખસેડવામાં આવી હતી.

કેશોદના પીપળીયા નગરમાં રહેતા નિલેશભાઈ હાજાભાઇ વાઢીયાના પિતાએ બામણાસા ગામના હરદાસ પીઠા નંદાણીયા પાસેથી રૂપિયા પાંચ લાખ વ્‍યાજે લીધા હતા. જેની સામે વ્‍યાજખોરે જમીનનું લખાણ કરાવી લીધું હતું. પિતા, પુત્ર વ્‍યાજ નહીં ચૂકવી શકતા લખાણ કરેલ જમીન પોતાના નામે કરી દેવા અને વધુ પૈસાને ઉઘરાણી કરતા હતા.

આ દરમિયાન રવિવારે નિલેશભાઈ વાઢીયા તથા તેના પત્‍ની નયનાબેન દીકરી સાથે બાઈક પર બેસીને કતકપરા ગામે જતા હતા ત્‍યારે રસ્‍તામાં મહેશ હરદાસ નંદાણીયા અને દિનેશ હરદાસે બુલેટ મોટર સાયકલ પર આવી યુવકનું બાઈક રોકાવી કેમ પૈસા આપતા નથી તેમ કહી પતિ પત્‍નીને માર માર્યો હતો. બાદમાં વાતચીત કરવા માટે પોતાના ઘરે લઈ જઈ હરદાસ પીઠા મહેશ હરદાસ દિનેશ હરદાસ મહેશ હરદાસ અને જાનીબેન પીઠાએ કોદાળી દાતરડું અને પાઇપ વડે હુમલો કરી પતિ પત્‍નીને ગંભીર ઇજા પહોંચાડી હતી.

ઈજાગ્રસ્‍ત દંપતિને જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યું હતું જ્‍યાં સારવાર દરમિયાન નિલેશભાઈનું મળત્‍યુ હતું. આ અંગે મળતકના પત્‍ની નયનાબેન વાઢીયાની કેશોદ પોલીસે ફરિયાદ લઈ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(10:53 AM IST)