તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
સલાયાના દરિયામાં પ્રતિબંધ છતાં માછીમારી કરતા પાંચ બોટ ઝડપાઇ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૪: સલાયા નજીક ચેરની ઝાળીઓ વધુ પ્રમાણમાં હોવાથી ત્યા જઇ પેટ્રોલીંગ કરવું અશકય અને જોખમી હોય જેથી ‘‘ડ્રોન'' ની મદદથી સઘન ચેકીંગની કાર્યવાહી ચાલી રહેલ હતી. આ દરમ્યાન અમુક માછીમારો પોતાની યાંત્રીક બોટ મારફતે ગેરકાયદેસર માછીમારી કરતા હોવાનુ જણાયેલ જેથી ‘‘ડ્રોન''ની મદદથી લાઇવ વીડીયો કુટેજ મારફતે નઝર હેઠળ રાખી તાત્કાલીક અન્ય બોટ મારફતે પહોંચી તપાસ કરતા નં. (૧) હસન અબ્દુલ હુંદડા, વાઘેર, ઉ.વ.૨૮, ધંધો-માછીમારી, રહે. સલાયા, રેલ્વે સ્ટેશન પાસે, (૨) ઇનાયત અનવર ગંઢાર, હુ વાઘેર, ઉ.વ ૨૭, ધંધો-માછીમારી, રહે.સલાયા, જીરાનની બાજુમા, (૩) ઉમર હુશેન ચમડીયા, વાઘેર, ઉ.વ.૪૫, ધંધો-માછીમારી, રહે.સલાયા, બારલો વાસમા, (૪) અયુબ કાસમ સુંભણીયા, વાઘેર, ઉ.વ.૨૭, ધંધો- માછીમારી, રહે. સલાયા, થરી પાળો, (૫) હુશેન ઓસમાણ ભાયા, યુ.વાઘેર, ઉ.વ.૩૪, ધંધો-માછીમારી, રહે. સલાયા, થરી પાળો, વાળા મળી આવેલ હતા.
પુછપરછ દરમ્યાન તમામ માછીમારી કરી ચોરી-છુપીથી ચેરની ઝાડીઓની આડ લઇ સલાયા પરત ફરી રહેલ હોવાની કેફીયત આપેલ, હાલમાં દરીયામાં ભારે કરંટ હોવાના કારણે માછીમારી કરવા ઉપર પ્રતીબંધ હોવાનુ જાણવા છતા માછીમારી કરતા હોવાનુ જણાતા સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હાઓ નોંધાવી સોંપી આપેલ છે.
એસ.ઓ.જી. તથા સલાયા મરીન પોલીસના કામગીરી કરનાર પી.સી.સીંગરખીયા, ઇન્ચા. ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., વી.એન. સીંગરખીયા, ઇન્ચા. ઇન્સપેક્ટર, પો.રાજેન્દ્રસિંહ જાડેજા, એ.એસ.આઇ.,ઓમદેવસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ, પીઠાભાઈ જોગલ,કિશોરસિંહ જાડેજા,હરદિપસિંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર કોન્સ્ટેબલએ કરી હતી
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
