<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

વઢવાણ પોલીસ લાઇન પાસે જ ચાલતા જુગારધામ ઉપર દરોડોઃ ૧૧ ઝડપાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૪: મંસુરી શેરીમાં ચાલતા જુગાર ધામના અખાડા ઉપર સ્ટેટ મોનેટરીંગ છેલ્લે દરોડા પાડી અને કુલ ૧૧ જેટલા જુગારીયાઓની અટકાયત કરી છે.વઢવાણ પોલીસ જે જગ્યાએ રહે છે તે પોલીસ લાઈનની બાજુમાં જ જુગારધામ ચાલતો હતો અને આ જુગારધામ એક બે મહિનાથી નહીં પરંતુ વર્ષોથી ચાલતો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલે તમામ પ્રકારની વિગતો મેળવી અને જ્યારે જુગાર ધામનો અખાડો ચાલુ થયો અને તરત જ સ્ટેટ મોનેટરીંગ સેલના પી.એસ.આઇ ડીવી ચિત્રા અને તેમની ટીમે દરોડા પાડી અને ત્યારબાદ જુગારમાં ૧૧ જેટલા જુગારીયાઓની અટકાયત કરી લીધી જોકે સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે એક પણ જુગારીને ભાગવા નથી દીધો તમામને ઝડપી લીધા છે અને આ સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે આ રેડમાં ૧૦ જેટલા મોબાઈલ ફોન ૯ જેટલા અલગ અલગ વાહનો અને અન્ય મુદ્દા માલ મળી કુલ ૫.૨૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે વઢવાણ પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે ગુનો દાખલ કરાયો છે.

આ જુગારની રેડમાં ભવાનીસિંહ સોલંકી તેમજ બાબુભાઈ ચોવસીયા ગજેન્દ્રસિંહ ઝાલા સોહીલ ચામડિયા નરેશભાઈ ગોવિંદભાઈ તેમજ હરેશભાઈ જાદવભાઈ દુધરેજીયા તેમજ આનંદભાઈ લખમણભાઇ મકવાણા તેમજ અખ્તરભાઈ રહીમભાઈ વંથલી ઈરફાનભાઇ કાસમભાઇ બેલી તેમજ અંકિતભાઈ રજનીભાઈ શાહ અને રમેશભાઈ પુંજલભાઈ મોરીની અટકાયત કરવામાં આવી છે.

(12:38 PM IST)