<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

કાલાવડ પંથકમાં ધોધમાર વરસાદ :મૂળિલા ગામનો પૂલ તૂટી પડતા સ્કૂલના છાત્રોએ જીવના જોખમે નદી પાર કરી

પૂરના પગલે મૂળિલા અને નપાણીયા ખીજડિયા ગામે જોડતો પૂલ તૂટી ગયો: . સરપંચ અને ગ્રામજનોએ જીવના જોખમે બાળકોને નદી પાર કરાવી

જામનગરના કાલાવડ પંથકમાં ધોધમાર વરસતા મૂળિલા ગામનો પૂલ તૂટી ગયો હતો. પૂલ તૂટી પડતા સ્કૂલના વિદ્યાર્થીઓ ફસાયા હતા. છાત્રોએ જીવના જોખમે નદી પાર કરી હતી.

કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે મૂળિલા ગામની નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પગલે મૂળિલા અને નપાણીયા ખીજડિયા ગામે જોડતો પૂલ તૂટી ગયો હતો. પૂલ તૂટ્યો હોવાના સમાચાર મળતા સરપંચ સહિત ગ્રામજનો આવી પહોંચ્યા હતા. એ સમયે સ્કૂલ બસ આવી પહોંચી હતી. સરપંચ અને ગ્રામજનોએ જીવના જોખમે બાળકોને નદી પાર કરાવી હતી.

(12:45 PM IST)