<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

સાવરકુંડલા ખાતે ગઇકાલે સાંજે એક કલાકમાં પોણા બે ઇંચ વરસાદ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૨૪ : સાવરકુંડલા ખાતે ગઈકાલે  રવિવારે સાંજના ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી  આકાશમાં ઘટાટોપ વાદળો ચડી આવ્યા હતા અને ભારે પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો અને એક કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. શરૃઆતમાં વરસાદ  સાથે પવન સુસવાટા મારતો અને દિશા ફેરવતા આવતો હોય ચારે તરફથી મકાનોમાં વરસાદના પાણી ઘૂસવા લાગ્યા હતા.

જોકે બાદમાં પવન બેસી જતા એકધારો વરસાદ વરસતા શેરી ગલીઓમાં પાણી દોડતા થઈ ગયા હતા. છેલ્લા પંદર દિવસથી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવાઈ રહ્યો હતો ત્યારે રવિવારે સાંજે પડી ગયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતા.ે આજે સવારે પણ વરસાદી માહોલ હોય આજે પણ વરસાદની સંભાવના રહેલી છે. મામલતદાર કચેરીમાં ગઈકાલ નો ૪૩ એમ. એમ. વરસાદ નોંધાયો હતો.

(12:49 PM IST)