<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદથી વીજ ધાંધીયાની ૯પ૦ ફરીયાદોઃ રાજકોટ ૮ ફીડરોમાં ટ્રીપીંગ

ખેતીવાડીના ૩૮૦ ફીડરો બંધઃ પ૯ થાંભલા પડી ગયાઃ એક ટ્રાન્સફોર્મરમાં ધડાકો

રાજકોટ તા. ર૪ :.. મેઘરાજાએ ધોધમાર પાણી વરસાવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચારે બાજુ વીજ ફોલ્ટ સજાર્યા હતા,  કુલ ૯પ૦થી વધુ ફરીયાદ આવી હતી, તેમાંથી ૬૦૦ ફરીયાદોનો નિકાલ કરાયો છે, હાલ ૩૦૦ થી વધુ ફરીયાદો પેન્ડીંગ છે.

આવી જ રીતે રાજકોટમાં રપ૦ ફરીયાદો નોંધાઇ હતી, ૮૮ પેન્ડીંગ છે, જે સવારથી કલીયર કરવા ટીમો નીકળી પડી છે.

રાજકોટના સીટી-ર સબ ડીવીઝનના ભકિતનગર, સ્ટેશન પ્લોટ, તથા રાજકોટ ૩-સબ ડીવીઝનના ગમાણી હોલ, પ્રદ્યુમનનગર, રણુજા, કટારીયા, ધર્મજીવન ફીડર ફોલ્ટમાં આવતા હજારો ઘરોમાં લાઇટો ગૂલ થઇ હતી.

ભારે વરસાદને કારણે ખેતીવાડીના ૩૮૦ ફીડરોમાં ટ્રીપીંગ આવ્યું છે, ૩ ગામડામાં અંધાર પટ  છે, તો પ૯ પોલ પડી ગયા છે, એક ટ્રાન્સફોર્મર ઉડયાના અહેવાલો છે.

(12:49 PM IST)