<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

કાલાવડ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

(હર્ષલ ખંધેડીયા દ્વારા) નવાગામ તા.૨૪: કાલાવાડ તાલુકાના નવાગામ, ઉમરાળા, ધુન ધોરાજી, મોટી વાવડી, હકુમતી સરવાણીયા, માછરડા સહિતના ગ્રામ્ય પંથકમાં ગત સાંજ થી વરસાદી માહોલ જામ્યો.. કાળા ડીબાંગ વાદળ જોવા મળ્યા હતા.

નવાગામ, ધુન ધોરાજી, ઉમરાળા, હકુમતી સરવાણીયા, મોટી વાવડી સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. વરસાદ પઢતાં જાહેરમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

(12:55 PM IST)