News of Monday, 24th June 2024
ખંભાળીયામાં સાડા ચાર ઇંચ વરસાદઃ ગાજવીજથી લોકોમાં ભય ફેલાયો
ટ્રાન્સફોર્મર ઉપર વિજળી પડતા એક કલાક અંધારપટ છવાઇ ગયોઃ જો કે હજુ કેટલાક વિસ્તારો વાવણી વગરના

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪ :.. ખંભાળીયા શહેર તથા તાલુકાના વિસ્તારોમાં મેઘરાજા ફરી પ્રેમ વરસાવા આવી ગયા હોય તેમ રાત્રે ભારે ગાજવીજ સાથે ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. જે પછી આજે સવારે નવ વાગ્યાથી જોરદાર વરસાદ શરૂ થયો હતો જે એક ઇંચ પડી ગયા પછી પણ ધીમીધારનો વરસાદ ચાલુ રહેતા સાડા ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો.
પવન અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડતા અનેક વિભાગોમાં પાણી ભરાઇ ગયા હતાં. ટ્રાન્સફોર્મર પર વિજળી પડતા એક કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જે કાર્ય. ઇજનેર શ્રી ટોલીયા તથા ડે. ઇ. પંડયા દ્વારા ખાસ ટીમો કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જે કાર્ય. ઇજનેર શ્રી ટોલીયા તથા ડે. ઇ. પંડયા દ્વારા ખાસ ટીમો મોકલીને રાત્રે જ પૂર્વવત કરાયો હતો.
ખંભાળીયા પંથકમાં ૭ થી ૮ ઇંચ વરસાદ પડયો હતો. પણ ખંભાળીયા નજીકના વાડી વિસ્તારો, સલાયા, રોડ પર હરીયા સુધી ખંભાળીયા-ભાણવડ રોડ પરના ગામોમાં તથા પોરબંદર રોડ પર કેશોદ સુધી અને જામનગર રોડ પર આરાધનાધામ સુધી જ વરસાદ પડયો હોય હજુ ૬૦ થી ૭૦ ટકા વિસ્તારો વાવણી વગરના છે.
ધરમપુર, હર્ષદપુર, શકિતનગર, હરીપર, સિંહણ, કેશોદ, વિજલપર, ભાડથર, શેરડી, સલાયા, વિસોત્રી, કુહાડીયા, હંસ્થળ, વીરસદળ, રામનગર સહિતના વિસ્તારોમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ પડતા તળાવો ચેક ડેમોમાં નવા પાણીની આવક શરૂ થઇ છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
