<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

બરડા પંથકમાં વાવણી બાદ સમયસર વરસાદથી ખેડૂતો ખુશઃ ર૪ કલાકમાં દોઢથી ત્રણ ઇંચ

બગવદર નટવરનગર રોઝડા કુણુવદર નાગકા ગોઢાણી બાવલવાવ ખીસ્‍ત્રી વાછોડા સહિત બરડાના ૧પ થી ર૦ ગામોમાં સાર્વત્રિક વરસાદ

(હેમેન્‍દ્રુકમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૪: બરડા ડુંગરમાં ગઇકાલે સવારથી શરૂ થયેલ વરસાદ ર૪ કલાકમાં સરેરાશ દોઢથી ૩ ઇંચ વરસી ગયો હતો.

બરડાના ખિસ્‍ત્રી અને ગોઢાણા રોડ ઉપર ગઇકાલે ફરી વળતા પાંચ કલાક સુધી રસ્‍તો બંધ થઇ ગયો હતો. બરડા પંથકમાં ભીમ અગિયારસે વરસાદ પડતા ખેડૂતો એ વાવણી કરી હતી. ત્‍યારબાદ વરસાદનો બીજો રાઉન્‍ડ શરૂ થતાં ખેડૂતો ખુશ થઇ ગયાં છે.

બરડા પંથકના બગવદર, નટવરનગર, રોઝાડ, કુણીવદર, નાગકા, ગોઢાણા, બાવળવાવ, ખીસ્‍ત્રી વાઘોડા સહિતના ૧પ થી ર૦ ગામોમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઇ છે. આજે સવારે બરડા ડુંગર વિસ્‍તારમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલ છે. સખત બફારો છે.

(1:51 PM IST)