News of Monday, 24th June 2024
પોરબંદર શહેર- દરિયાઇ પટ્ટી તથા જળાશયો વિસ્તારમાં સવારે ઝરમર
તાલુકાંના મીયાણી, ભાવપરા, ટુકડી વિસ્તારવાડા કુછડી હજુ કોરા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૪: જિલ્લામાં ગઇકાલે મેઘરાજાએ વરસાદના બીજા રાઉન્ડમાં છુટાછવાયા હળવાથી જોરદાર ઝાપટાં બાદ આજે સવારે શહેર તથા દરિયાઇ પટ્ટી અને ફોદારા અને ખંભાળા જળાશયો વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં આકાશ ઘનઘોર વાદળાઓથી છવાયું છે. અસહય બફારો ચાલુ રહયો છે.
જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ ૮ મીમી (૧૧ મીમી) રાણાવાવ ૩ મીમી (૪૪ મીમી) તથા કુતિયાણા ૦.૦૩ મીમી વરસાદ ૨૪ કલાકમાં નોંધાયો છે. એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૦.૫ મીમી (૭૩ મીમી) વરસાદ નોંધાયો છે.
આજે સવારે આકાશમાં ઘનઘોર વાદળાથી છવાયેલ છે. અને સવારે પોરબંદરમાં ઝરમર વરસાદ પડી ગયો હતો. દરિયાઇ પટ્ટી ઉપર ઝરમર વરસાદ આજે સવારે ચાલુ રહયો હતો. પોરબંદર ને પાણી પુરૂ પાડતા ફોદાળા જળાશય ઉપર આજે સવારે ૮ વાગ્યાના આસપાસ ઝરમર વરસાદ વરસ્યો હતો. ખંભાળા જળાશય વિસ્તારમાં આજે સવારે છાંટા પડયાં હતાં.
પોરબંદરના મીયાણી ભાવપરા ટુકડા વિસાવાડા તથા કુછડી ગામોમાં હજુ વરસાદની શરૂઆત થઇ નથી. વાતાવરણમાં અસહય ઉકળાટ છે
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
