<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

જામકંડોરણામાં વરસાદનું આગમન થતાં ખુશીનો માહોલ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૨૪: ગઇકાલે દિવસ દરમ્‍યાન સખત ઉકળાટ અને બફારા બાદ સાંજના સમયે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જે ૮ થી ૯ વાગ્‍યા સુધીમાં એક કલાકમાં ૯મી.મી. વરસાદ પડયો હતો જયારે જામકંડોરણાના ગ્રામ્‍ય વિસ્‍તારો બોરીયા, રામપર, વિમલનગર, સાતોદડ, ગુંદાસરી ગામોમાં પણ વરસાદ પડતા ખેડુતો તેમજ લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો હજુ પણ વરસાદી માહોલ છવાયેલો છે

(2:03 PM IST)