News of Monday, 24th June 2024
ઉપલેટાના ખીરસરા (ઘેટીયા) સ્વામીનારાયણ ગુરૂકુળ દુષ્કર્મ કેસમાં હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરીયા મહારાષ્ટ્રમાંથી ઝડપાયોઃ બે સ્વામીની શોધખોળ
મહારાષ્ટ્રના કોલાપુરમાં મિત્રના ઘરે રોકાયો હતો : મદદગારીમાં તેનું નામ ખુલ્યુ હતું

રાજકોટ, તા. ર૪ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા (ઘેટીયા) ગામે આવેલા સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામી ધર્મસ્વરૂપદાસજીએ રાજકોટમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચાર્યુ હતું. જેમાં મદદગારી તરીકે હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરીયાનું નામ ખુલ્યુ હતું.
આ પ્રકરણમાં પોલીસે બે સ્વામી સામે તથા હોસ્ટેલના સંચાલક સામે ગુન્હો નોંધી ફરીયાદ કરી હતી.
જેમાં ભાયાવદર પોલીસ તથા રાજકોટ રૂરલ એસીબી ટીમે મહારાષ્ટ્રના કોલાપુરમાં દરોડો પાડીને મયુર કાસોદરીયાની તેના મિત્રના ઘરેથી ધરપકડ કરી છે. જયારે બન્ને સ્વામીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
