<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જળમગ્ન થશે. ઉત્તર ગુજરાતમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે: અંબાલાલ પટેલ

અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જળમગ્ન થશે. ઉત્તર ગુજરાતમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.  અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 25 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે.  જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે, આજે સવારે મેઘરવો આવ્યો તે સારો વરસાદ વરસવાનો સંકેત છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, આદરા નક્ષત્રમાં વરસાદનું પાણી સારૂ ગણાય છે. 

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સારા વરસાદના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સંકેત આપ્યા છે. અંબાલાલ પટેલના અનુસાર આવતીકાલથી બે દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે.  28 જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 

(8:51 PM IST)