News of Monday, 24th June 2024
મોરબી જીલ્લામાં ધોરણ ૧૨ વિવિધ વિષયની પુરક પરીક્ષા લેવાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબી જીલ્લામાં આજે એચએસસીના વિવિધ વિષયની પુરક પરીક્ષાઓ યોજાઈ હતી એચએસસી પુરક પરીક્ષામાં આંકડા શાસ્ત્ર વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૨૨૩ વિદ્યાર્થીઓ હાજર અને ૩૦ ગેરહાજર રહ્યા હતા જયારે અંગ્રેજી માધ્યમમાં ૦૩ હાજર અને ૦૧ ગેરહાજર રહ્યા હતા આમ આંકડાશાસ્ત્રના પેપરમાં કુલ ૩૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા
જયારે ભૌતિક વિજ્ઞાન વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૧૮૩ હાજર અને ૫૨ ગેરહાજર રહ્યા હતા જયારે અંગ્રેજી માધ્યમમાં ૧૬ હાજર અને ૦૪ ગેરહાજર રહ્યા હતા ભૌતિક વિજ્ઞાન પેપરમાં કુલ ૧૯૯ હાજર અને ૫૬ ગેરહાજર રહ્યા હતા જયારે ભૂગોળ વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૨૨ હાજર અને ૦૨ ગેરહાજર રહ્યા હતા.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
