<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરથી ગંદકીનું સામ્રાજ્ય સ્થાનિકો ત્રાહિમામ.

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબીના કાલિકા પ્લોટમાં શેરી નં.3માં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં શેરીમાં ગટરનું પાણી ભરાયેલું રહેતું હોય અહીંથી ચાલી પણ શકાય તેમ નથી. ત્યારે નગરપાલિકા આ મામલે તાકીદે કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

(10:14 PM IST)