<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ઓખા રઘુવંશી સમાજનો સરસ્‍વતી સન્‍માન સાથે પ્રમુખના લગ્નજીવનની ૪૦મી વર્ષગાંઠ મહોત્‍સવ ઉજવાયોઃ ૮૦ તારલાઓનું સન્‍માન

ઓખાઃ રઘુવંશી સમાજ દ્વારા તેજસ્‍વી તારલાઓના સન્‍માનનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમા એલ કેજી થી કોલેજની ફાઇનલ ના કુલ ૮૦ રઘુવંશી તેજશ્વી વિદ્યાર્થીનુ સન્‍માન રઘુવંશી અગ્રણી દ્વારા કરવામાં આવ્‍યું. અહી સમાજ સેવાના ભેખધારી મહાજન પ્રમુખ મોહનભાઇભાઈ બારાઈ તથા શ્રીમતી હીનાબેન મોહનભાઇ બારાઈ, પ્રમુખ ,રઘુવંશી મહિલા મંડળ,ઓખાના આજે સફળ લગ્નજીવનની ૪૦મી વર્ષગાંઠ હોય ત્‍યારે સમસ્‍ત રઘુવંશી સમાજ અને મહાજન ઉપપ્રમુખ શ્રી મનશુખભાઈ થોભાણી, અનુપમભાઈ બારાઈ, પાલિકા પ્રમુખ રાજુભાઈ કોટક સાથે ઓખા રઘુવંશી મહિલા મંડળ ની ટીમે શુભેચ્‍છા સાથે રઘુવંશી સમાજની યશ કલગીમાં વધારો કરનાર અને નગરપાલિકાનું પ્રમુખ પદનું શુંકાન સંભાળનાર રાજુભાઈ કોટકનું સન્‍માન પણ કરવામાં આવેલું હતું.. અહી મોહનભાઇ લીલાધરભાઇ બારાઈ તરફથી રઘુવંશી સમાજની નાત ભોજન પ્રસાદીનુ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા ઓખા રઘુવંશી યુવા ટિમ સાથે રઘુવંશી મહિલા મંડળે ખુબ સારી જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીરઃ ભરતભાઇ બારાઇ-ઓખા)

(10:17 AM IST)