News of Tuesday, 25th June 2024
મીઠાપુર ટાટા કેમિકલ્સ-નિરામય ટ્રસ્ટ દ્વારા એનિમિયા મુકત ઓખામંડળ અભિયાન

મીઠાપુરઃ ટાટા કેમિકલ્સ લિમિટેડ અને નિરામય ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ચાલતા પ્રોજેક્ટ વ્રુદ્ધિ હેઠળ ‘એનિમિયા મુક્ત ઓખામંડળની' શરૂવાત કરવામાં આવેલ છે. જેનું મુખ્ય કાર્ય આરોગ્યસંભાળ ણાલીને મજબૂત બનાવીને સગર્ભાવસ્થા દરમિયાન થતા એનિમિયાને દૂર કરવુ છે. રાષ્ટ્રીય ‘એનિમિયા મુક્ત ભારત કાર્યક્રમ' સાથે સંલગ્ન પહેલની ૧૫ જૂન, ૨૦૨૪ ના રોજ દ્વારકા ખાતે શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધિક નિયામક (કુટુંબ કલ્યાણ) ડો. એન.પી. જાની; મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડો. મિતેશ ભંડેરી; ઓખામંડળ તાલુકાનાં મહિલા આરોગ્ય કાર્યકરો અને ટાટા કેમિકલ્સના પ્રતિનિધિ હરીશ ગંગારામણી, એન્જિનિયરિંગ સર્વિસના વડા; ડો. સંજીવ ભટનાગર, ટાટા હોસ્પિટલ મીઠાપુરના મુખ્ય આરોગ્ય અધિકારી; મુકેશ બાબુ સોલંકી, હેડ - સિ.એસ.આર., ટી.સી.એસ.આર.ડી. અને ટી.સી.એસ.આર.ડી.ની ટીમએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર અહેવાલઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
