<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

કચ્‍છના હાજીપીર વિસ્‍તારમાં આંધી સાથે મીની વાવાઝોડું: મકાનોના છાપરા ઉડયાઃ દોઢ ઇંચ વરસાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨૫:  કચ્‍છમાં ભારે ઉકળાટ અને બફારા વચ્‍ચે ગઇકાલે રણ વિસ્‍તારમાં આવેલ હાજીપીરᅠ અને આસપાસમાં મીની વાવાઝોડું ત્રાટક્‍યું હતું. હાજીપીર દરગાહના મુઝાવર અબ્‍બાસબાપુ એ અકિલા સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્‍યું હતું કે, આંધી સાથે આવેલા વાવાઝોડામાં ૨૦ જેટલા મકાનોના છાપરા ઉડ્‍યા હતા. જોકે, જાન માલ ને કોઈ નુકસાન થયું નથી. આંધી સાથે દોઢેક ઇંચ વરસાદ ખાબક્‍યો હતો.

આ વાવાઝોડુ ગત સાંજે ૫:૩૦ વાગ્‍યા આસપાસ આવેલ અને ભારે પવનના અનેક વસ્‍તુઓ ફેંકાઇ હતી.

(11:02 AM IST)