News of Tuesday, 25th June 2024
ધોરાજીમાં દારૂના નશામાં ચૂર થઇ રવિએ ગળાફાંસો ખાધો
નવ વર્ષની દિકરી જોઇ જતાં જીવ બચી ગયોઃ અગાઉ પણ આવુ પગલુ ભર્યુ હતું

રાજકોટ તા. ૨૫: ધોરાજીમાં ગુલાબનગરમાં રહેતાં રવિ સુરેશભાઇ સુરેલા (ઉ.વ.૩૨) નામના યુવાને સાંજે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તેની નવ વર્ષની દિકરી પાયલ જોઇ જતાં દેકારો મચાવતાં પરિવારજનો અકેઠા થઇ જતાં રવિને બચાવી લઇ ધોરાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
રવિ બે ભાઇ અને બે બહેનમાં મોટો છે. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેના માતાએ કહ્યું હતું કે રવિને વર્ષોથી દારૂ પીવાની ટેવ હોઇ કામે પણ જતો નથી. તેની પત્નિ દયા ખેત મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. દારૂની ટેવને કારણે અગાઉ પણ તેણે ગળાફાંસો ખાધો હતો. આ વખતે ફરીથી નશામાં આ પગલુ ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા સહિતે ધોરાજી પોલીસને જાણ કરી હતી.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
