<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

જસદણ શ્રીનાથજી હવેલી દ્વારા મહારાજા ફિલ્‍મના વિરોધમાં રેલી આવેદન

જસદણઃ શ્રીનાથજી હવેલી ખાતે મોટી સંખ્‍યામાં વૈષ્‍ણવો એકત્રિત થઈને ઠાકોરજીના દર્શન કરીને  મહારાજા ફિલ્‍મના પ્રતિબંધની માગણીના બેનરો સાથેની વિશાળ બાઈક રેલી કાઢીને ડેપ્‍યુટી કલેકટર  ગ્રીષ્‍મા રાઠવાને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. આવેદનપત્રમાં મહારાજા ફિલ્‍મમાં વૈષ્‍ણવ સંઙ્ઘદાય વિરોધીની સ્‍ટોરી અંગે વૈષ્‍ણવ સંપ્રદાયની લાગણી દુભાણી હોવાની તથા ફિલ્‍મ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી હતી. આ તકે જસદણ હવેલીના ટ્રસ્‍ટી ભરતભાઈ ધારૈયા,  ટ્રસ્‍ટી અશોકભાઈ મહેતા, ઉપપ્રમુખ કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણી, સહમંત્રી સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરિયા તથા વૈષ્‍ણવો હેમલભાઈ બાબરીયા, પિયુષભાઈ રાઠોડ, દિલીપભાઈ કલ્‍યાણી, વિશાલભાઈ ધારૈયા, ભુરાભાઈ તન્ના,  ગોપાલભાઈ ભાડલીયા, હિતેશભાઈ ધ્રાફાણી, રાજેશભાઈ શેઠ, તુષારભાઈ છાંટબાર, રાજુભાઈ ગાંધી, રવિભાઈ જીવાણી, તેજસભાઈ વડોદરિયા,  ધવલભાઈ ગાંધી, ધવલભાઈ જીવાણી, લાલુભાઇ દિવાન, સચિનભાઈ  થડેશ્વર, અમરીશભાઈ ધ્રાફાણી, સંજયભાઈ સખીયા, મેહુલભાઈ અંબાણી, ધર્મેશભાઈ પરીખ, પંકજભાઈ ધારૈયા, જગદીશભાઈ ભાડલીયા, સૌરભભાઈ બાબરીયા, નિલેશભાઈ દિવાન, ભરતભાઈ ભાડલીયા, ગીતેશભાઈ અંબાણી  સહિતના  મોટી સંખ્‍યામાં જોડાયા હતા

(12:02 PM IST)