<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

દેવભુમી દ્વારકા જીલ્લાના પ૦ ટકા વિસ્‍તારો હજુ પણ વરસાદ વગરના

ખંભાળીયામાં સાડા ચાર ઇંચ વરસાદ પડતા અનેક વિજ થાંભલા તૂટી પડયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., રપઃ દ્વારકા જીલ્લામાં ચારેય તાલુકામાં હજુ પ૦ ટકા ગામોમાં વાવણી લાયક વરસાદ જના પડયો હોય કાયદેસર ચોમાસાની ખેડુતો રાહ જુએ છે.

સૌથી વધુ ખંભાળીયામાં આ મોસમનો ૧૬ ઇંચ વરસાદ પડયો છે. ભાણવડમાં ચાર ઇંચ તથા કલ્‍યાણપુરમાં બે ઇંચ અને દ્વારકામાં દોઢ ઇંચ જ પડયો છે.

જો કે વિચિત્ર વરસાદ એવો છેકે એક સેઢા પરનો ખેડુત વાવણી કરતો હોય તો તેનો પડોશી વાવણી ના કરી શકે તેવી સ્‍થિતિ હોય  છે.

વરસાદે અનેક વીજ

થાંભલા વાયરો પાડયા

ખંભાળીયા તાલુકામાં રવિવારે રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે આવેલા વરસાદથી ખંભાળીયામાં તો બે-ત્રણ સ્‍થળે ટ્રાન્‍સફોર્મર બળવા વાયર તુટવાના બનાવો બન્‍યા હતા.

વીજ લાઇનોથી પડતા પણ વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાયો હતો. જો કે કોઇ જાનહાની કે મોટુ નુકશાન થયું ન હતું.

(1:13 PM IST)