<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

જુનાગઢ કો.કો. બેંક સહિત વિવિધ સંસ્‍થાઓ દ્વારા સાંસદ

રાજેશભાઇ ચુડાસમાનું સન્‍માન

જુનાગઢ : ધી જુનાગઢ કોમર્શીયલ કો.ઓ. બેંક લી અને સત્‍યમ સેવા યુવક મંડળના સંયુકત ઉપક્રમે જુનાગઢ શહેરની ૧૦૧ સેવાભાવી સંસથાઓ દ્વારા સાંસદ રાજેશભાઇ ચુડાસમાનું પ્રેસીડેન્‍ટ હોલ રેલ્‍વે સ્‍ટેશન રોડ ખાતે સન્‍માન કરાયુ હતું. જેમાં ડો. ડી.પી. ચિખલીયા ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા મેયર ગીતાબેન પરમાર ડેપ્‍યુટી મેટર ગિરીશભાઇ કોટેચા શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા અમદાવાદ ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા ગુજરાત હાઉસીંગ કોર્પોરેશનના ચેરમને ડો. દેવરાજ ચિખલીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા અને કો.કો. બેંક ના ચેરમેન સાગરભાઇ કોટેચા વા. ચેરમેન વિજયસિંહ રાયજાદા એમ.ડી. જયોતિષભાઇ માંકડ સીઇઓ રાજેશભાઇ મારડીયા સત્‍યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા પાર્થ કોટેચા યોગીભાઇ પઢીયાર મનિષભાઇ ગોસાઇ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા અને કો.કો. બેંક દ્વારા ડોલરભાઇ કોટેચા એ હાર પહેરાવી સાલ ઓઢાડી અયોધ્‍યા સ્‍થિત રામ મંદિરની પ્રતિકૃતિ આપી સાંસદ રાજેશભાઇ ચુડાસમાનું સન્‍માન કર્યુ હતું. આ તકે રાજેશ ચુડાસમા એ જણાવ્‍યું હતું કે રેલ્‍વે ફાટકથી મુકિત હવે મારી પ્રાયોરીટી સાથે ખાત્રી આપુ છું અને સન્‍માન સ્‍વરૂપે મળેલ સાલનો ઢગલો થયો હતો. આ સાલ જરૂરીયાતમંદ લોકોને આપવા મનસુખભાઇ વાજાને આપવામાં આવી હતી. (અહેવાલ વિનુ જોષી તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:36 PM IST)