News of Tuesday, 25th June 2024
પોરબંદર સમસ્ત ખાટવા સમાજના પ્રમુખપદે પવનભાઇ શિયાળ ચોથી વખત ચૂંટાયા
ઉપપ્રમુખ તરીકે અશ્વીનભાઇ ભીખુભાઇ જુંગીની વરણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૫: સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પદે પવનભાઇ શિયાળ ચોથી વખત ચૂંટાઇ આવતા તેમની ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.પંચાયત મંદિર મઢીના ઉપરના સભાખંડ મા વાણોટશ્રી ની નિમણુંક બાબતે નવનિયુકત પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ ની એક મીટીંગ રાખવામા આવેલ હતી. વાણોટશ્રી પવનભાઈ શિયાળે નિયમ મુજબ પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પુરો થતા રાજીનામુ આપેલ હતુ.
પવનભાઈ શિયાળ ની શ્રેષ્ઠ કામગીરી ને ધ્યાને રાખી બિનહરીફ તરીકે ચોથી વખત સર્વાનુમત્તે પોરબંદર ખારવા સમાજના વાણોટશ્રી તરીકે પવનભાઈ જીવાભાઈ શિયાળની નિયુકતી કરવામા આવેલ છે. અને ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ ભીખુભાઈ જુંગી ની નિયુકતી કરવામા આવેલ છે.
વાણોટશ્રી પવનભાઈ શિયાળ તથા નવનિયુકત પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ દ્વારા વિધિવત્ત ભૈરવનાથજી તથા હનુમાનદાદા ની સાક્ષી એ શપથ લીધી હતી, ત્યારબાદ લક્ષ્મીસ્વરૂપ નાની બાળાઓના હસ્તે વાણોટશ્રીની તિલકવીધી કરવામા આવેલ હતી. ખારવા સમાજના માજીવાણોટશ્રી, શ્રેષ્ઠીઓ, મહાનુભાવો તથા અન્ય સમાજના મહાનુભાવોએ પ્રમુખશ્રી પવનભાઈ શિયાળ તેમજ ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ જુંગી ને હારતોરા કરી અભિવાદન કર્યુ હતુ અને સમાજના સોનેરી ભવિષય માટે અને સમાજના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવેલ હતી. વાણોટશ્રી પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તથા પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ દ્વારા જણાવવામા આવેલ કે, તેઓ સમાજને શૈક્ષણિક ક્ષેત્રે, રોજગાર ક્ષેત્રે, તથા અન્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષા એ લઈ જવા માટે તથા માછીમારો ના વિકાસ અર્થે સતત પ્રયત્નશીલ રહેશે. તેવી ખાતરી આવી હતી.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
