તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
લોકસભાની ચૂંટણીમાં વિવાદમાં આવેલા માળીયાહાટીનાં તાલુકા પંચાયતનાં પ્રમુખ નયના લાડાણી ભાજપમાંથી સસ્પેન્ડ
કારણદર્શક નોટીસનો જવાબ ન આપતા જુનાગઢ, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલની કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ૨૫ જુનાગઢ જીલ્લાના માળીયાહાટી તાલુકા પંચાયત ના પ્રમુખ નયનાબેન લાડાણીને ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.પ્રાપ્ત માહિતી મુજબ માળીયાહાટી તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન લાડાણી લોકસભા ચુંટણી સમયે વિવાદમાં આવ્યા હતા. નયનાબેન સામે અવિશ્વાસની દરખાસ્ત પણ પસાર થઇ હતી.
ત્યાર બાદ જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે કારણ દર્શક નોટીસ આપી હતી. પરંતુ તેનો જવાબ ન આપતા તેને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
