તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 25th June 2024
ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓએ જેલમુક્ત થવા માટે કરેલી જામીન નામંજૂર

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : NSUI પ્રમુખના અપહરણ અને મારામારીના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓએ જેલમુક્ત થવા માટે કરેલી જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.
અપહરણ, મારમારી, હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિતના ગુનામાં ઝડપાયેલા ગણેશ જાડેજા ઉપરાંત જયપાલસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ, દિગપાલસિંહ, પૃથ્વીરાજસિંહ દ્વારા જામીન પર મુક્ત થવા માટે જૂનાગઢ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જેના પર બંને પક્ષોની દલીલો બાદ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
