<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

માણાવદરના કતકપરામાં જુગારનો દરોડો : ૧૯ ઝડપાયા : ૧૩.૭૯ લાખનો મુદ્દામાલ જપ્‍ત

સંચાલક હાજી સમદ ગરાણા અને હારીફ ઉર્ફે ભાભો તૈયબ સેતા નાશી છૂટયા : ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે હાજર જરલીના જુગારના અખાડાનો પર્દાફાશ કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૭ : માણાવદરના કતકપરા ગામે હાજર વરલીના જુગાર અખાડાના પર્દાફાશ ક્રાઈમ બ્રાન્‍ચે ૧૯ શખ્‍સો ઝડપી લઇ રોકડ, વાહનો, મોબાઇલ સહિત ૧૩.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માણાવદર તાલુકાના કતકપરા ગામે સીમ વિસ્‍તારમાં ધોરાજી નો હાજી સમદ ગરાણા અને કતકપરા ગામનો હારીફ ઉર્ફે ભાભો તૈયબ સેતાએ ભાગીદારીમાં પ્‍લાસ્‍ટિકના બેનર પર આક ૧ થી ૯ તથા ૦ છપાવી તે આંકડાઓ પર હાજર વરલી જુગારનો અખાડો શરૂ કર્યો હોવાની માહિતી મળતા એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્‍ચના પીઆઇ જે. જે. પટેલ અને તેની ટીમે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહી દરમિયાન કતકપરા, જુનાગઢ, માંગરોળ, વાંકાનેર, વિછીયા, જસદણ, ચોટીલા, ઙ્કભાસ પાટણના શખ્‍સો સુલેમાન ઈસ્‍માઈલ સાંધ, સલીમ અનવર ગરાણા, મોસીન ઈકબાલ જેઠવા, વિજય શામજી ગોસીયા, સંજય કાળુ જીડીયા, કરસન આણંદ ખોરાવા, ઈકબાલ યાસીન ગરાણા, ઈસ્‍માઈલ નૂરમહંમદ વડાવીયા, અનવર નૂરમહંમદ ગરાણા, પારુલ મહમ્‍મદ છાબુ, ગિરીશ લલિત જાડેજા, અલ્‍તાફ ફકરુદ્દીન કાજી, ચતુર સોમા રાઠોડ, કાળુ ઠાકરશી સાકરીયા, વલ્લભ માનસિંગ મેટાળીયા, જયેશ મનસુખ જીડીયા, હનીફ એમન ભાદરકા, તબરેજ સબીર બારૂની, શૈલેષ જેન્‍તી કોલાદરા સહિત ૧૯ શખ્‍સોને રૂપિયા ૧,૫૬,૭૫૦ની રોકડ રકમ સાથે હાજર વરલીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

જુગાર અડ્ડા પરથી એલસીબીએ રોકડ તેમજ ત્રણ કાર, ૧ બાઈક, ૨૦ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૩,૭૯,૭૫૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ દરોડા દરમ્‍યાન જુગાર ધામનો સંચાલક હારીફ ઉર્ફે ભાભો અને હાજી સમદ ગરાણા નાસી જવામાં સફળ રહેતા ક્રાઈમ બ્રાન્‍ચે આગળની કાર્યવાહી કરાવી તમામની સામે માણાવદર પોલીસમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:53 AM IST)