News of Thursday, 27th June 2024
બામણામાં યુવક હત્યા કેસમાં દંપતી સહિત ૪ શખ્સો જૂનાગઢ જેલ હવાલે
રિમાન્ડની માંગણી નામંજૂર કરી કોર્ટે જેલમાં ધકેલી દેવા હુકમ કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૭ : કેશોદના બામણાસા ઘેડ ગામે મોટી રકમનું ગેરકાયદેસર વ્યાજ ઉઘરાવી હજુ વધુ રકમની માંગણી કરાતી હોય જો તે ન આપે તો જમીન લખાવી લેવા બળજબરીપૂર્વક દબાણ કરાતું હોય વેર રાખી વ્યાજખોરોએ નિલેશભાઈ હાજાભાઈ વાઢિયાની દાતરડાં, કોદાળી, લોખંડના પાઇપ મારી નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ઘટના સમયે મૃતકની પત્ની નયનાબેન નિલેશભાઈ હાજર હોય તેમની ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૦૨ સહિતની કલમ હેઠળ ગુન્હોં નોંધી તપાસ હાથ ધરી હતી.
ᅠકેશોદ પોલીસે બામણાસા ગામના આરોપી હરદાસ પીઠા નંદાણિયા, મહેશ હરદાસ નંદાણિયા, દિનેશ હરદાસ નંદાણિયા, જાનીબેન હરદાસ નંદાણિયાની ધરપકડ કરી ૫ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે રિમાન્ડની માગણી ફગાવી દઇ ચારેય આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરતાં પોલીસે તમામને જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્યા હતા.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
