<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

ગોંડલની ગોંડલી નદીના તટમાં બ્રિજના બાંધકામને અડચણરૂપ દબાણોનું ડીમોલેશનઃ પુર હોનારત વેળાએ તંત્ર માટે માથાનો દુઃખાવો બનતા દબાણો અડીખમ

ગોંડલ,તા. ૨૭: ગોંડલમાં ગોંડલી નદી પર મંજુર થયેલ ફોરલેન બ્રિજની કામગીરીમાં અડચણરૂપ મિલ્‍ક્‍તોની દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.નગરપાલિકા દ્વારા નદી કાંઠાના ૪૩ મકાન માલિકોને ૧૦ દિવસની નોટીસ આપી હતી.નોટીસનો સમયગાળો પૂર્ણ થતા ગોંડલ નગરપાલિકાએ ડીમોલેશનની કામગીરી હાથ ધરી હતી. મામલતદાર,નગરપાલિકા ચીફ ઓફિસર, પોલીસ, પીજીવીસીએલ સહિતના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્‍થિતિમાં ડીમોલેશન કરીને આશરે બે હજાર મીટર જમીન ખુલ્લી કરી હતી.આ સાથે જ અંદાજે રૂપિયા ૫ કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનો તંત્ર દ્વારા દાવો પણ કરવામાં આવ્‍યો છે.

દબાણ દૂર કરતા પહેલા પાલિકાએ ગોંડલી નદીમાં ગેરકાયદેસર મકાનો બાંધીને રહેતા ૪૨ જેટલા દબાણકર્તાઓને પાઠવવામાં આવેલ નોટીસમાં લખ્‍યું હતું કે ગુજરાત મ્‍યુનિસિપલ એક્‍ટની કલમ-૧૮૫ અન્‍વયે આ નોટીસ દ્વારા તાકીદ આપવામાં આવે છે કે તમોએ ગોંડલ શહેરમાં ભગવતપરા વિસ્‍તારમાં સરદાર બ્રિજની દક્ષિણ તરફે કંટોલીયા રોડની પશ્ર્‌ચિમ તરફે નદી કાંઠે ગેરકાયદેસર રીતે દબાણ કરીને કાચા,પાકા બાંધકામ કરીને તેમનો બિનઅધિકૃત રીતે ઉપયોગ કરી રહ્યા છો.ગુજરાત હાઈકોર્ટ પી.આઈ.એલ. નં.૫૩/૨૦૨૩ અન્‍વયે હૈયાત જૂના બ્રિજના બદલે ભોજરાજપરા શેરી નંબર-૧૬દ્મક કંટોલીયા ચોક સુધી નદી ઉપર નવો બ્રિજ બનાવવાનો થાય છે.આ નદી કાંઠાની જગ્‍યા ઉપર તમોએ ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણ કરેલ હોય આવુ ગેરકાયદેસર બાંધકામᅠ ᅠઆ નોટીસ મળ્‍યે દિવસ ૧૦ માં સ્‍વેચ્‍છાએ દુર કરવા નોંધ લેશો.અન્‍યથા મુદત પુરી થયે કાયદાઅનુસાર તમારી સામે કાર્યવાહી કરી દબાણ દુર કરવામાં આવશે જેની ખર્ચ અને પરિણામ સહિતની જવાબદારી તમારી અંગત રહેશે જેમની સ્‍પષ્ટ પણે નોંધ લેવાનું જણાવેલ હતું.

નગરપાલિકા દ્વારા દબાણતો દુર કરવામાં આવ્‍યા પરંતુ દર ચોમાસે માથાનાં દુઃખાવા સમાન દબાણ યથાવત રાખવામાં આવ્‍યાં ત્‍યારે આ દબાણ સામે કોની લાજ કાઢવામાં આવી પુર હોનારત વેળાએ તંત્રને માથાનો દુખાવો તો થાય જ સાથે સાથે ગેરકાયદેસર બાંધકામ કરી વસવાટ કરતા પરિવારને નુકસાન થાય ત્‍યારે સરકારને પણᅠ કેશ ડોલ ચુકવવાની ફરજ પડતી હોય છે તેમછતાં તંત્ર દ્વારા આવા દબાણ દુર કરવામાં વામણા પુરવાર થાય છે અથવા તો લાજ કાઢતાં હોય રાજકોટ માં બનેલ ગેમ ઝોન કાંડ માંથી ધડો લઈને નદીનો તટ વિસ્‍તાર કોઈની શેહશરમ રાખ્‍યા વગર દબાણ હટાવી અન્‍ય જગ્‍યાએ ખસેડવા પણ જરૂરી બન્‍યા છે.

(10:33 AM IST)