તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 27th June 2024
સાળંગપુરના મનોજભાઇ સોલંકીનું બેભાન થઇ ગયા બાદ મોત
સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૭: બોટાદના સાળંગપુરમાં હનુમાનજીના મંદિર નજીક રહેતાં મનોજભાઇ મુળુભાઇ સોલંકી (ઉ.વ.૫૭) ગઇકાલે સવારે સાળંગપુરના બસ સ્ટેશન પાસે બેભાન થઇ જતાં બોટાદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા સહિતે બોટાદ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બિમાર રહેતાં હોવાનું સગાએ જણાવ્યું હતું.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
