<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

ગોંડલમાં મોઢાના કેન્‍સરથી કંટાળી સફાઇ કામદાર સંજયભાઇ ગોરીની આત્‍મહત્‍યા

ઓપરેશન કરાવ્‍યા પછી પણ ફરક નહોતો પડતોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૨૭: મોઢાના કેન્‍સરથી કંટાળી એક યુવાને આપઘાત કરી લીધો છે. ગોંડલમાં રહેતાં સફાઇ કામદાર યુવાને ઝેરી દવા પી લઇ મોત મેળવી લીધું છે.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલમાં ઉમવાડા ચોરડ પર સ્‍ટેશન પ્‍લોટ વાલ્‍મિકી વાસમાં રહેતાં સંજયભાઇ બાબુભાઇ ગોરી (ઉ.વ.૪૦) નામના યુવાને ગઇકાલે ઘરે ઘઉંમાં રાખવાની ટીકડી પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ રાત્રીના દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા સહિતે જાણ કરતાં ગોંડલ બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર સંજયભાઇ એક બહેન અને બે ભાઇમાં બીજા હતાં અને સફાઇ કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પરિવારજનોના કહેવા મુજબ સંજયભાઇને મોઢાનું કેન્‍સર થયું હતું. તેનું એક વર્ષ પહેલા ઓપરેશન પણ કરાવ્‍યું હતું. પરંતુ સારુ થતું ન હોઇ અને મોઢુ ખુલતું ન હોઇ કંટાળીને ઝેરી દવા પી લીધી હતી.

(10:49 AM IST)