તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Thursday, 27th June 2024
દેવભુમિ જિલ્લામાં સતત ૭મી વાર સફળતાઃ નાવદ્રા પાસેથી ૨૧ કરોડનું ડ્રગ્સ પકડાયું: બિનવારસુ માલ વેંચતા એક ઝડપાયો

(કોશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૭: દ્વારકા જિલ્લા પોલીસને ગત તા.૭/૬/૨૪ ના રોજ વટવાળા પાસેથી ૩૦ પેકેટ ચરસ કિંમત રૂા.૧૬,૦૨૬૫ કરોડ નો જથ્થો મળી આવ્યો હતો તે પછી દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે તથા તેમની ટીમના ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ, એલ.સી.બી. પી.આઇ. કે.કે. ગોહેલ, પો.સ.ઇ.બી.એમ. દેવમુરારી, એસ.ઓ.જી. પો.ઇ. સીંગરખીયા તથા દ્વારકા, મીઠાપુર, કલ્યાણપુર, ભાટીયા પોલીસ સ્ટાફ દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તથા ડ્રોન દ્વારા પણ ચેકીંગ નિર્જન ટાપુ વિસ્તારોમાં પણ ચેકીંગ તથા દરિયા કાંઠા પર સતત પેટ્રોલીંગ કરતા રહેવાથી ગઇકાલે સાતમી વખત બીનવારસુ ડ્રગ્સનો જથ્થે ૪૨ પેકેટ કિંમત રૂા.૨૧.૬૭૫ કરોડ પકડવામાં સફળતા મળી હતી. તથા પ્રથમ વખત દરિયાકાંઠેથી બીનવારસુ મળેલો જથ્થો વેચાણ કરતા એક શખ્સ પણ પકડાયો છે.
અગાઉ જુન થી ૭/૬ ના પ્રથમ જથ્થો વટવાળા પાસે થી પકડાયો હતો જે પછી પોલીસે સતત પેટ્રોલીંગ ચાલુ રાખતા ૧૦/૬ ના મોજપ પાસેથી ૪૩.૬૦ કરોડનું ચરસ, ૧૧/૬ ના ૧૧.૩૭૫ કરોડનું ચરસ, મોજપ શીવરાજપુર પાસેથી ૧૫/૬ ના રોજ, ચંદ્રભાગા દ્વારકા પાસેથી ૪.૯૯૧૫નું ચરસ, તથા વાટલુ ગામ પાસેથી ૧૫.૫૩ કરોડનું ચરસ અને ગોંટીજી ગામ પાસેથી ૧૩.૮૩ કરોડનું ચરસ પકડાયા પછી ગઇકાલે નાવદ્રા પાસેથી ૨૧.૦૬૭૫ કરોડનો જથ્થો મળ્યો છે.
દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ચાલુ માસમાંજ ૯૭.૨૨ કરોડનો જથ્થો ૧૫૭ પેકેટ પકડી પાડયો છે તથા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુજ રહેશે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
