તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Thursday, 27th June 2024
કાલાવડના નવાગામ પાસે બાઇક તણાઇ ગયું: વૃધ્ધનો બચાવ

નવાગામ : કાલાવડ તાલુકાના નવાગામ, જામવાળી, મોટી વાવડી, ધુન ધોરાજી, ઉમરાળા, માછરડા, હકુમતી સરવાણીયા, છતર સહીતના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નદીમાં પુર આવ્યું હતું. નવાગામ પાસેના છતર ગામે બેઠા પુલ પરથી પસાર થતા પાણીના જોરદાર વહેણમાં બાઇક સ્વાર વૃધ્ધ તણાવા લાગ્યા હતા. આ વેળા તુરંત જ પુર્વ સરપંચ સંજયભાઇ વારોદરીયા અને મલેક પરીવારના સ્થાનીક સેવાભાવી યુવાનો મદદે ધસી આવ્યા હતા અને વૃધ્ધને પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતા હેમખેમ બચાવી લીધા હતા. જોકે તેનું બાઇક તણાઇ ગયું હતું. (તસ્વીર અહેવાલઃ હર્ષલ ખંધેડીયા-નવાગામ)
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
