<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

જામજોધપુરના બમથીયા ગામે વિજળી પડતા ભરવાડ યુવક અને ૩૦ ઘેટા-બકરાના મોત

જામજોધપુર,તા. ૨૭: તાલુકાના બમથીયાના ગોગનભાઈ બુધાભાઈ (ઉ.વ.૨૫)ભરવાડ સીમ વિસ્‍તારમાં ઘેટાં બકરા ચરાવવા માટે ગયો હતો.

જે દરમિયાન આકાશમાં એકાએક કડાકા ભડાકા સાથે વીજળી અને વરસાદ શરૂ થયો હતો. જેમાં વરસાદી વિજળી પડવાના કારણે ઘેટા બકરા ચરાવી રહેલા ગોગનભાઈ બુધાભાઈ નામનો ભરવાડ યુવાન ભડથું થઈ જવાના કારણે મૃત્‍યુ નીપજયું હતું.

આ ઉપરાંત તેની સાથે રહેલા ચાલિસ જેટલાં ઘેટા બકરા કે જેના પણ વીજળીને કારણે મૃત્‍યુ નીપજયા હતા. આ બનાવને લઈને ભરવાડ પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.

મામલતદારની ટીમ તેમજ પોલીસ કાફલો દોડી ગયો હતો,  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:20 AM IST)