News of Thursday, 27th June 2024
થાનગઢના શિરોડી ગામે કાલે શાળા પ્રવેશોત્સવ મુખ્યમંત્રીની હાજરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૭: આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ થાનગઢ તાલુકાના શિરોડી ગામે શાળા પ્રવેશ ઉત્સવમાં ઉપસ્થિત રહેશે
સવારે ૯ કલાકે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ થાનગઢ તાલુકાના સરોડી ગામે શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બની બાળકોનું નામાંકન કરાવશે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા લોકો તથા જયારે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ તેમજ સાંસદ ચંદુભાઈ સિહોરા વઢવાણના ધારાસભ્ય અને દંડક જગદીશભાઈ મકવાણા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત ના ઉપસ્થિત રહેશે અને થાનગઢ ના શિરોડી ગામ ખાતે નામા કરણ કરી અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ઉત્સવમાં ભાગ લેશે મુખ્યમંત્રી ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને પ્રવેશ ઉત્સવ કરાવશે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
