<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

જામકંડોરણામાં વરસતા વરસાદના કારણે ફોફળ ડેમમાં એક દિ'માં ૭ ફુટ નવા નીર

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ર૭ :.. સાંજે વરસાદી માહોલ છવાયો હતો અને ધીમીધારે એક કલાકમાં ૧પ મી. મી. વરસાદ નોંધાયો હતો. જયારે તાલુકાના સાતોદડ, ચરેલ, પીપળીયા, બરડીયા, ગુંદાસરી, વાવડી, વિમલનગર, રામપર, સાજડીયાળી, ધોળીધાર, દડવી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડયો હતો.

આ ગામોમાં નદી નાળા છલકાયા હતાં. ઉપરવાસમાં સારા વરસાદના કારણે જામકંડોરણાની ફોફળ નદીમાં પૂર આવ્‍યું હતું અને ફોફળ ડેમમાં એક જ દિવસમાં સાત ફુટ નવા નીરની આવક થતાં ફોફળ ડેમની સપાટી હાલ ૮.૭૦ ફુટે પહોંચી છે.

(12:25 PM IST)