તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Thursday, 27th June 2024
વાંકાનેરમાં ૧ ઇંચ વરસાદ વરસ્યોઃ મકાનની છત ઉપર વિજળી પડી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ર૭: વાંકાનેર તથા ગ્રામ્ય વિસ્તારની પ્રજા અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહીમામ પોકારી ગયેલ જનતાને થોડી રાહત આપતા મેઘરાજાએ ગઇકાલે સાંજે છએક વાગ્યે બિહામણા વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની ઇનીંગ શરૂ કરતા એક કલાકમાં એક ઇંચ વરસાદ પડયો હતો.
જયારે શહેરમાં આવેલ ભાટીયા સોસાયટીમાં આવેલ સત્સંગ હોલવાળી શેરીમાં રહેતા સંજયભાઇ ભીંડોરાના મકાનની છત પર ધડાકાભેર વિજળી ત્રાટકતા મકાનની દિવાલોમાં તિરાડો પડી ગઇ હતી અને આસપાસના રહીશોમાં ભયનું વાતાવરણ ઉભુ થયું હતું. ઘરમાં રહેલ ઇલેકટ્રીક ઉપકરણોને ભારે નુકશાન પહોંચ્યું હતું. કોઇ જાનહાની થયેલ નથી.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
