તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Thursday, 27th June 2024
વેરાવળમાં સવા ઈચ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાતા : વેપારીઓ - લતાવાસીઓ હેરાન

વેરાવળઃ વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં જોરદાર વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડેલ હતો માત્ર અડધી કલાકમાં વેરાવળ સોમનાથ વિસ્તારમાં સવા ઈચ વરસાદ પડતા બસ સ્ટેન્ડ રોડ તપેશ્વર મંદિર રોડ, સટા બજાર,સુભાષરોડ, ગાંધીરોડ મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયેલ હતા વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠેલ હતા આ વરસાદ થી શહેરીની અનેક સોસાયટીમાં પણ પાણી પાણી થઈ ગયેલ હતી. બે ઈચ વરસાદ પડેલ હતો રોડ બંન્ને સાઈડ પાણી ભરાઈ ગયેલ હતા પ્રશ્નાવડા, લાઢવા, પ્રાચી, વડોદરા ઝાલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેતરો પાણી પાણી થઈ ગયેલ હતા આ વરસાદથી ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયેલ હતો.(તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ : વેરાવળ)
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
