<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

સાવરકુંડલામાં રિવરફ્રન્‍ટ માટે ટેન્‍ડર પ્રક્રિયાની મંજુરી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૭ :  સાવરકુંડલા નાવલી રીવર ફ્રન્‍ટ ડેવલોપમેન્‍ટ પ્રોજેક્‍ટ ના કામ માટે રાજ્‍ય સરકાર ૨૫ કરોડના ખર્ચે ૨૪ મહિનાના સમયમાં રીવર ફ્રન્‍ટ બનાવવાની સરકારે મંજૂરી આપતા ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલાની મહેનત આખરે રંગ લાવી છે.  આ પ્રોજેક્‍ટ રિવરફ્રન્‍ટની ટેરીંગ પ્રક્રિયાની મંજૂરી રાજ્‍ય સરકાર દ્વારા અપાઇ છે. ે પાલીકા પ્રમુખ મેહુલભાઈ, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, કા.ચેરમેન અશોકભાઈ ચૌહાણ પાલિકાના તમામ સદસ્‍યઓ, તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઇ કાછડીયા તથા તાલુકા પંચાયતના સદસ્‍યઓ, જીલ્લા પંચાયતના સદસ્‍યઓ, શહેર ભાજપ ટીમ, તાલુકા ભાજપ ટીમ તેમજ  શહેરીજનોએ ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલાને  અભિનંદન પાઠવ્‍યા છે.

(1:20 PM IST)