News of Thursday, 27th June 2024
અમરેલીની ઠેબી રીવરફ્રન્ટ પાર્ક વિકાસ માટે ૨૮ કરોડ મંજુર
ધારાસભ્ય કોશિક વેકરિયાના પ્રયાસોથી લોકોને વધુ એક ભેટ

ગાંધીનગર તા.૨૭: અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિક વેકરિયાની પ્રજાલક્ષી વિકાસની કાર્યરીતિની લોકમુખે પ્રશંસા થઈ રહી છે. તેમના પ્રયત્નોથી જિલ્લાને ં વધું એક ભેટનો ઉમેરો થયો છે. અમરેલી નગરપાલિકા ખાતે ઠેબી રિવરફ્રન્ટ પાર્ક ડેવલપમેન્ટ (ફેઝ-૧) પ્રોજેક્ટના કામ માટેના ડ્રાફ્ટ ટેન્ડર પેપર્સ રૂ. ૨૮,૦૬,૮૧,૦૮૫.૦૦/- (રૂપિયા અઠ્ઠાવીસ કરોડ છ લાખ એકયાસી હજાર પંચ્યાસી રૂપિયા) માટેના ટેન્ડરની રકમને તાજેતરમાં જ મંજૂરી મળી છે.
હવે ઠેબી રિવરફ્રન્ટ પાર્ક ફેઝ -૧ ના કામનું ટેન્ડર ટૂંક સમયમાં જ બહાર પડશે. આરસીસી રિટેનિંગ વોલ (તબક્કો- ૧) ઠેબી રિવરફ્રન્ટ પાર્ક ડેવલપમેન્ટ માટે ઠેબી ડેમ પાસે કામનાથ મંદિર, અમરેલી ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ થનાર આ કામથી અમરેલી નગરના શહેરીજનોને માટે નવિન સુવિધાનો ઉમેરો થશે. તેમ કૌશિક વેકારિયાાં જણાવે છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
