<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

ડ્રગ્‍સ સામે મજબૂર નહીં પરંતુ મજબૂત બનોઃ જુનાગઢ પોલીસે બે વર્ષમાં નશીલા પદાર્થો અંગેના ૨૮ કેસમાં ૫૪ આરોપીઓને જેલ હવાલે કર્યા છેઃ એસ.પી હર્ષદ મહેતા

ડ્રગ્‍સ વિરોધી અભિયાન અંતર્ગત જુનાગઢ પોલીસ પ્રેરિત સાયકલોથોન યોજાઇઃ ૭૦૦ સવારો જોડાયા

 

 

જુનાગઢ, તા. ૧૭ : વિશ્વ ડ્રગ્‍સ વિરોધી દિવસ અંતર્ગત જુનાગઢ પોલીસના નશા વિરોધી અભિયાનમાં ચાલુ વરસાદે મોટી સંખ્‍યામાં યુવાઓ જોડાયા હતા.

જુનાગઢ કળષિ યુનિવર્સિટી ખાતેના સરદાર પટેલ ભવન ખાતેથી શિક્ષણ રાજ્‍ય મંત્રી  પ્રફુલભાઈ પાનસેરીયા એ જુનાગઢ પોલીસની સાયકલોથોન જુનાગઢ રેલીને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ જન અભિયાનમાં ૭૦૦થી વધુ સાયકલ સવારો જોડાયા હતા અને જૂનાગઢને નશાથી મુક્‍ત કરવા માટે સંદેશો આપ્‍યો હતો.

 જુનાગઢ પોલીસની પહેલને આવકારતા શિક્ષણ રાજ્‍ય મંત્રી  પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્‍યું હતું કે યુવાઓ નશાથી દૂર રહે તે ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે દરેક માતા પિતાનું સપનું તેમનું સંતાન સંસ્‍કારી થાય તેવું હોય છે. વ્‍યસન સત્‍ય, કરુણા અને પ્રમાણિકતાનું હોવું જોઈએ તેવી ટકોર કરીને મંત્રી  એ યુવાઓને નશાથી દૂર રહેવા અને કોઈ આસપાસમાં ડ્રગ્‍સનો ભોગ ન બને તે માટે જાગળત રહેવા અનુરોધ કર્યો હતો.

આ તકે તેઓએ જુનાગઢ પોલીસની ડ્રગ્‍સ સામેની લડાઈ અને અભિયાનોને આવકારી સૌ સહયોગ કરે અને સંકલ્‍પ કરે તેમ પણ જણાવ્‍યું હતું.

ધારાસભ્‍ય  સંજયભાઈ કોરડીયા એ કહ્યું કે ડ્રગ્‍સ સામેની લડાઈ માત્ર પોલીસની નથી. તેમાં સૌ લોકોની જવાબદારી છે. જુનાગઢ પોલીસને અભિનંદન આપી  ધારાસભ્‍યએ યુવાનોને ખરા અર્થમાં સંકલ્‍પ લેવા અને ડ્રગ્‍સ થી દૂર રહેવા સંકલ્‍પ લેવડાવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં લોકસાહિત્‍યકાર રાજભા ગઢવી એ પણ યુવાઓને સાહિત્‍ય રસ પીરસી નશીલા પદાર્થો સામેની જૂનાગઢ પોલીસની ઝુંબેશ અને અભિયાનમાં જોડાવા અને વ્‍યસનથી દુર રહેવા અનુરોધ કર્યો હતો.

જુનાગઢ એસપી  હર્ષદ મહેતાએ કહ્યું કે બે અઢી વર્ષમાં ડ્રગ્‍સ સામેના ૨૮ કેસમાં ૫૪ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્‍યા છે અને અઢી કરોડથી વધુ મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્‍યો છે. ડ્રગ્‍સ સામે મજબૂર નહીં પરંતુ મજબૂત બનો તેમ જણાવ્‍યું હતું.

આ સાઇક્‍લોથન રેલીમાં સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટ્‍સ, યુવા વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્‍થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. બાળકોએ પણ રેલીમાં જોડાઈ ઉત્‍સાહ દાખવ્‍યો હતો. સંગીત પ્રસ્‍તુતિ સાથેના આ કાર્યક્રમમાં ચાલુ વર્ષ સાથે મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા.

કાર્યક્રમ  પૂર્વે આઈ જી  નિલેશ જાજડિયા અને એસપી  હર્ષદ મહેતા એ મંત્રીનું સ્‍વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં નાટક પ્રસ્‍તુતિ પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં  મેયર મતિ ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, આઈજી  નિલેશ જાજડિયા મ્‍યુનિસિપલ કમિશનર  ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી  નીતિન સાંગવાન, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, કાનૂની સેવા સત્તા મંડળના  પરમાર તેમજ ડીવાયએસપી ઓ અને પોલીસ અધિકારીઓ તેમજ યુવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:23 PM IST)