<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

હળવદનાં શકિતગઢ (જોગડ)માં ૧૦ દિ' પહેલા પ્રેમલગ્ન કરનાર અનિલ નાયકનો વિજળીએ ભોગ લીધો

(દિપક જાની દ્વારા)હળવદ,તા. ૨૭: હળવદના શક્‍તિગઢ ગામે વીજળી પડતા એક યુવાનનું મોત નીપજયું છે. તો બીજી તરફ ચિત્રોડી ગામે પણ વીજળી પડતા એક ભેંસનું મોત નીપજયું હોવાનું સામે આવ્‍યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના જોગડ ગ્રામ પંચાયત હેઠળ આવતા શક્‍તિગઢ ગામે ત્રિભોવનભાઈ પોપટભાઈની વાડીએ પાવાગઢના અનિલભાઈ અર્જુનભાઇ નાયક ઉ.વ.૨૨ ૭ થી ૮ દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે પત્‍ની સાથે આવ્‍યા હતા. તેને દશેક દિવસ પૂર્વે જ પ્રેમ લગ્ન કર્યા હતા. આજે સાંજે વીજળી પડતા તેઓનું મોત નીપજયું છે. જયારે બીજા એક બનાવમાં ચિત્રોડી ગામે છનાભાઈ જેસિંગભાઈની વાડીએ વીજળી પડતા એક ભેંસનું મોત નીપજયું છે.

(1:28 PM IST)