તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Thursday, 27th June 2024
સૌરાષ્ટ્રમાં સૌથી મોટી રેલી ધોરાજીમાં યોજાઇ
૧૭ શાળાઓના ૧૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ધોરાજી તા. ૨૭ : ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ૧૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓની હાજરીમાં ધોરાજી કોર્ટના જજ તેમજ સરકારી અધિકારીઓની હાજરીમાં ડ્રગ વિરોધી સેમિનાર સાથે વિશાળ રેલી યોજાઇ હતી. રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી કાર્યક્રમો રાખવામાં આવ્યો હતો. આ સમારંભમાં ધોરાજી કોર્ટના જજ સુનિલકુમાર વામનભાઈ વાઘ તેમજ જજ પ્રિયંકાબેન ગામીત. જેતપુરના ડીવાયએસપી રોહિત ડોડીયા ડેપ્યુટી કલેક્ટર લિખિયા સરકારી વકીલ કાર્તિકેય પારેખ સરકારી હોસ્પિટલનાᅠડોક્ટર જયેશ વસેટીયન પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમ એસઓજી પી.આઈ.પારગી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ભરતભાઈ બગડા પીએસઆઇ વિક્રમસિંહ જેઠવા વગેરે આગેવાનોની હાજરીમાં વિશ્વ ડ્રગ વિરોધી સેમિનારમાં વિદ્યાર્થીઓને વ્યસનથી મુક્ત થવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
ધોરાજી કોર્ટના જજ સુનિલકુમાર વાઘ એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવેલ કે વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિની સાથે તેમના ઘરમાં પણ વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડવું જોઈએ.
આ સાથે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર જયેશ લીખીયા ધોરાજીના મહિલા જજ પ્રિયંકાબેન ગામીત સરકારી વકીલ કાર્તિકેય પારેખ જેતપુરના ડીવાયએસપી ડોડીયા અને ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમ એ વ્યસન મુક્તિ બાબતે વિશાળ વિદ્યાર્થી ભાઈ બહેનોને વ્યસન મુક્તિ બાબતે માહિતી આપી હતી અને આવનારા દિવસોમાં જનજાગૃતિ કેળવવા તેમજ ઘરની અંદર કોઈ વ્યસની ભાઈ બહેન અથવા પિતા હોય તો તેમને પણ આમાંથી મુક્તિ અપાવવા બાબતે વક્તવ્ય આપેલું હતું.
બાદ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતેથી વિશાળ જનજાગૃતિ રહેલી ને આવેલ અધિકારી દ્વારા પ્રસ્થાન કરાવેલ અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેલી ફરીને લોકોને જાગૃત કર્યા હતા.
આ પ્રસંગે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમએ જણાવેલ કે રાજકોટ રેન્જ એટલે કે સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ડ્રગ વિરોધી અભિયાનની રેલી ધોરાજી માંથી નીકળી છે અંદાજે ૧૭ સ્કૂલમાંથી ૧૫૦૦ જેટલાᅠવિદ્યાર્થી ભાઈ બહેનો એ વિશાલ રેલીમાં ભાગ લીધો હતો અને તમામ વિદ્યાર્થીઓને ઠંડા પાણીની બોટલ અને વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓનું સન્માન થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓ માટે એક વિશેષ સ્પર્ધા વ્યસનમુક્તિની ડ્રોઈંગ ચિત્રકામને રાખી હતી જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા તેઓને પણ મોમેન્ટો આપવામાં આવ્યા હતા અને બાકીના વિદ્યાર્થીઓને પુરસ્કાર રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ધોરાજી શહેર તેમજ તાલુકા પોલીસના અધિકારી વિક્રમસિંહ જેઠવા તેમજ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.(
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
