તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Thursday, 27th June 2024
ટંકારામાં વાવણી પછી સારા વરસાદથી ખેડુતો ખુશ
ટંકારામાં મેઘરાજાએ ટવેન્ટી-ટવેન્ટી ઇનિંગ માફક ૪ ઇંચ વરસાદ વરસ્યોઃ કલ્યાણપર ગામે રહેણાંક મકાન પર વિજળી પડી ભારે ગાજવીજ થી ભયનું લખલખું ફેલાયું

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૨૭: સોૈરાષ્ટ્ર અનેક વિસ્તારોમાં આજે મેઘાવી માહોલ જામ્યો છે. ધુપ છાવ વચ્ચે વરસાદ પડયો છે. ટંકારામાં ચાર ઇંચ વરસાદ ખાબકયો હતો જેને પગલે નાના તલાવડા નદી નાળામાં નવા નિર આવ્યા હતા અને ખેતરોમાં સમોણા પાણી નિકળી ગયા હતા.ટંકારા મામલતદાર કચેરી ખાતે વરસાદ માપક યંત્રમાં ગઇકાલના રાત્રે આઠ વાગ્યા સુધીમાં ૧૦૯ મિમી વરસાદ નોંધાયો હતો. આ સાથે સિઝનનો કુલ વરસાદ ૧૫૬એ આંબી ગયો છે. બંગાવડી ડેમ ઉપર પણ ૪૫ મિમી વરસાદ નોંધાયો હતો.
મોરબી જિલ્લામાં અન્ય તાલુકામાં ખાસો વરસાદ ન હોય ટંકારાવાસીને વરસાદ મોકલવા ફોન રણકયા ખાસ કરીને મોરબી સીટી કાલે કોળું ધાકડ હતુ અને અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવતા નગરવાસીને ટંકારા મેઘરાજાની સટાસટી ના ખબર મળતા સગા સંબંધી મિત્રવર્તુળોને ટેલીફોનિક કરી આ બાજુ વાદળું મોકલવાની કોમેન્ટ કરતા ફોન રણકયા હતા.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
