<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

શાળા પ્રવેશોત્‍સવ બાળકોના શિક્ષણનો પાયો મજબૂત કરે છે : સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરાઃ જસદણના મદાવા, દહીંસરા અને કમળાપુરમાં શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ

 

રાજકોટ તા. ૨૭ :  જસદણ તાલુકાની મદાવા પ્રાથમિક શાળા, દહીંસરાની પ્રાથમિક શાળા અને કમળાપુરની પ્રાથમિક તથા હાઇસ્‍કુલ ખાતે કન્‍યા કેળવણી મહોત્‍સવ અને પ્રવેશોત્‍સવ સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરાનાં અધ્‍યક્ષસ્‍થાને તથા મામલતદાર એન.સી. વ્‍યાસની વિશેષ ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. જેમાં ભૂલકાંઓને કુમકુમ લગાવી, મોં મીઠું કરાવી વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવાયો હતો.

મહાનુભાવોનુ પુસ્‍તક આપીને અભિવાદન કરાયું હતું. આચાર્ય અશોકભાઈ હરિયાણીએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. વિદ્યાર્થીઓએ વળક્ષારોપણ, સ્‍વચ્‍છતા અભિયાન જેવા વિષય પર વક્‍તવ્‍ય રજૂ કર્યું હતું. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. તેમજ તેજસ્‍વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્‍સાહિત કરાયા હતાં.

દહીંસરા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્‍સવમાં આચાર્ય વિપુલભાઈ મકવાણાએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. વિદ્યાર્થીઓએ બેટી બચાવો બેટી પઢાઓ, વળક્ષારોપણ જેવા વિષય પર વક્‍તવ્‍ય રજૂ કર્યું હતું.  દફતરની કીટ આપનાર દાતા મહેરુભાઈ ધાધલનું સન્‍માન કરાયું હતું.

આ સાથે સહાયક માહિતી નિયામકશ્રી પારૂલબેન આડેસરાએ જણાવ્‍યું કે, પાયો પાકો બનવો જોઈએ અને બાળકોએ અભ્‍યાસ કરવો ખૂબ જરૂરી છે. પહેલા શાળામાં પ્રવેશ લેતા, ત્‍યારે બાળકો રડતા રડતા જતા હતા પણ હવે બાળકો હસતા હસતા આવે છે. બાળકોના અહીંથી અભ્‍યાસની શરૂઆત થઈ રહી છે. બાળકો ભણશે તો આગળ વધશે. અભ્‍યાસથી ભવિષ્‍યનું ઘડતર થઈ શકે છે.

મામલતદાર એન.સી. વ્‍યાસે જણાવ્‍યું હતું કે, આજે મે આ બાળકોનું સન્‍માન કર્યું ત્‍યારે મારા અભ્‍યાસ સમયે મે પણ આવી રીતે ઈનામ મેળવેલા છે, તેની યાદ તાજી થઈ છે.

ઉપરાંત, મદાવા પ્રા. શાળા ખાતે શાળા આપતી વ્‍યવસ્‍થાપન અને શાળા સિદ્ધિ નામની બે પુસ્‍તકનું વિમોચન મામલતદાર એન.સી. વ્‍યાસ અને સહાયક માહિતી નિયામકના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ તકે  સી. આર. સી. કો-ઓર્ડીનેટર પરેશભાઈ રામાણી, બી.આર.સી કો-ઓર્ડીનેટર - જસદણ સંદીપભાઈ મહેતા, દહિસરા ગામના સરપંચ અંબાબેન રાઘવભાઈ સરસણીયા, આચાર્યશ્રી ડો. હરેશભાઈ મહેતા, પ્રશાંતભાઈ જાની, રમેશભાઈ સાકરીયા, જશવંતભાઈ ભાટિયા, જસદણ તાલુકા ભાજપ મહામંત્રી કલ્‍પેશભાઈ વાવડિયા, પૂર્વ સરપંચ ધીરુભાઈ રામાણી, જસદણ તાલુકા પંચાયત સભ્‍ય ભીખાભાઈ બોઘરા, સક્રિય કાર્યકર મુકેશભાઈ દુધરેજીયા, લાયઝન અધિકારી સંદીપભાઇ મહેતા, તલાટી મંત્રીશ્રીઓ અને વિવિધ શાખાઓના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(4:11 PM IST)