તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 28th June 2024
મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં ૧૯ થી ૨૭ જૂન દરમિયાન સેફ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા વહિવટી તંત્ર, મોરબી સિરામીક એસોસિએશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને ડાયરેક્ટર, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય, મોરબીના સંયુકત ઉપક્રમે પ્રોપેન અને એલ.પી.જી.ના સ્ટોરેજ પ્લાન્ટના સંચાલકો અને સ્ટાફ માટે સેફ્ટી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અનુસંધાને તા. ૧૯/૦૬/૨૦૨૪ થી ૨૭/૦૬/૨૦૨૪ માં સેફ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ૯ જેટલા ગૃપ પાડીને મોરબીના દરેક વિસ્તારને આવરી લેવાયા હતા. જેમાં કુલ ૩૦૪ ઔદ્યોગિક એકમો અને ૬૬૦ વ્યક્તિએ ભાગ લીધો હતો. આ ટ્રેનીંગ દરમિયાન ઉપસ્થિતોને પ્રોપેન અને એલ.પી.જી.ને ઓપરેટ કરતી વખતે શું ધ્યાન રાખવું તથા આગ જેવી અણધારી આફતને નિવારવા માટે કઈ રીતે પોતાને અન્યને તેમજ માલ-મિલકતને ઓછામાં ઓછું નુક્શાન થાય તે માટે ઉપલબ્ધ ફાયર સેફટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આ સેફ્ટીના સાધનોનું સંચાલન કઈ રીતે કરવું તેનું પ્રશિક્ષણ આપી રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
