News of Friday, 28th June 2024
કેશોદના યુવાનનું બાથરૂમમાં પડી જતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ
જુનાગઢના યુવકનું ઝેરી દવા પી લેતા મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૮: કેશોદમાં રણછોડ નગરની બાજુમાં આવેલ ગોપાલ નગરમાં રહેતો યસ રાજેશભાઈ ધામેચા (ઉ.વ. ૨૧)બાથરૂમમાં હાથ પગ ધોવા માટે ગયો હતો. ત્યારે કોઈ કારણસર બાથરૂમમાં પડી જતા યુવાનનું મળત્યુ થતાં કેશોદ પોલીસ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં બીલખા રોડ ઉપર આવેલ આંબેડકર નગરમાં રહેતો વિશાલ ખોડાભાઈ પરમાર ઉ. વ..૨૧ નામના યુવાને કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મળત્યુ થતાં ગમગીની પ્રસરી ગઈ હતી. વધુ તપાસ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
ભેસાણ તાલુકાના ગળથ ગામના જ્યોતિબેન ખોડાભાઈ કોલરીયા ઉ. વ. ૭૦ નામના વળદ્ધાએ પોતાના ઘરે કોઈ કારણસર એસિડ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે દરમ્યાન તેમનું મળત્યુ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
