<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ તથા દ્વારકામાં આજે અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ તા.૨૮: આજે ગુજરાતના ચાર જિલ્લામાં અતિભારે તો ૧૧ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કરી છે. તેમના જણાવ્‍યા પ્રમાણે આજે ૨૮મી જુનના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર- સોમનાથ અને દ્વારકામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી છે. અહીં ઓરેન્‍જ એલર્ટ આપવામાં આવ્‍યું છે. ઉપરાંત આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ તથા રાજકોટ, જામનગર, અમરેલી ભાવનગર, મોરબી અને કચ્‍છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્‍યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્‍ય વરસાદની આગાહી છે.

(11:02 AM IST)